Monday, 27 May 2024

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

  Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.

 મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Wednesday, 22 May 2024

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.

 Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.


તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ 21મી મે, એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવા તથા આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે તાપી જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતાતા અને શાંતિનો સંદેશ પહોંચાડવા તેમજ આતંકવાદના દુષ્પ્રભાવથી માહિતગાર કરવા માટે વિવિધ સરકારી, બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

Tuesday, 21 May 2024

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન


ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું.

આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા. 

કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મંજુર કર્યા હતા. 

બેઠકના અધ્યક્ષ તરફથી યુવાનોને ગામ કમિટી બનાવી આવા દુષણને નાથવાનો દોર હાથમાં લેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સુમન રાવત, ખંડુ માહલા અને મહેશ ગાયકવાડ, કાર્યક્રમનું સંચાલન પ્રમોદ દેશમુખ અને સન્મુખભાઈએ કર્યું હતું, આભાર વિધિ મનોજ ગાવિતે કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નવનીત ચૌધરી, મંત્રી ઈશ્વર ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સોમ ગાવિત તથા કારોબારી સભ્યો અને વડીલોએ જહેમત ઉઠાવી હતી.

લગ્નપ્રસંગોમાં રાત્રિ ભોજનને બદલે દિવસે જમણવાર, આદિવાસી પરંપરા  મુજબ લગ્ન થાય તો પ્રોત્સાહિત ઈનામ આપવા સહિત ૧૫ ઠરાવ મંજૂર કરાયા.

Monday, 20 May 2024

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું.

જે પૈકી ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો. 

રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ, છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તરફથી વિદ્યાર્થિનીઓને પાઠવવામાં આવ્યા હતા. અભિનંદન,

Thursday, 16 May 2024

Khergam: ખેરગામ પાટી ગામની ગીતા મંદિર શાળાનું ધો.૧૦ અને ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ

           


 Khergam: ખેરગામ પાટી ગામની ગીતા મંદિર શાળાનું ધો.૧૦ અને ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ

 ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી હેમાંગીની શૈલેષભાઇ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ, નાયકા રીયા અમ્રતભાઇ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સી શૈલેષભાઇ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો. ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયા સિતારામભાઇ પ્રથમ, ચૌધરી સ્વાતી સુરેશભાઇ ૭૮ .૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલ દિપકભાઇ ૭૬.૮૫ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કરે છે. શાળાની ઝળહળતી અને ઐતિહાસિક સિદ્ધી અને શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ અવિસ્મરણીય સફળતા મેળવવા બદલ તમામ વિધ્યાર્થીઓને તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી.પટેલને તમામ ગ્રામજનો સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજી આર. સોલંકીએ શુભેચ્છા પાઠવી હતી.

Wednesday, 15 May 2024

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

            

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે.

શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર


Monday, 13 May 2024

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                                


Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બને છે.

વિદ્યાર્થીઓ સરળતાથી ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો સમજી શકે તે સંદર્ભથી આપે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ૪૨ એવાં રમકડાં બનાવ્યાં છે, જેનાથી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે તે આવકાર્ય છે. નકામી વસ્તુઓ એકત્ર કરી વિજ્ઞાનમાં દૃષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યૂટનના ગતિના નિયમો તેમજ ગણિતમાં છેદિકા અને સમાંતર રેખાના સૂત્રો સરળતાથી સમજાવવાનો આપનો પ્રયાસ સતુત્ય છે. જૂનાગઢ ખાતે યોજાયેલા સંશોધનાત્મક મેળામાં આપના બનાવેલ આ રમકડાં પ્રદર્શિત થયાં હતાં જે પૈકી ૧૫ રમકડાંને જીસીઈઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે તે પ્રશંસનીય છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે આપની સર્જનાત્મકતાના ઉપયોગ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળ અને રસપ્રદ બનાવતા રહો એવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હેમંતભાઈ પટેલને અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                             

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે.

આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે.

હાલમાંજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઈન સંસ્થાએ ગુજરાત રાજ્ય ના વિવિધ ક્ષેત્રમાં શાળા કક્ષાએ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો માટે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ સમારંભમાં ૧૦૦ જેટલા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા શિક્ષકો ને મહાનુભાવો ના હસ્તે શિલ્ડ અને પ્રમાણ પત્ર આપી ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના યાકુબભાઈ ઉઘરાતદાર ને પણ સન્માનિત કરવામાં આવતા ગ્રામજનો તેમજ જિલ્લા માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ પ્રસંગે પ્રાથમિક શાળા સીમરથાના આચાર્ય યાકુબભાઈએ જણાવ્યુ હતુ કે તેમણે તેમનું જીવન લોકોને શિક્ષિત કરવામાં સમર્પિત કરી દીધુ છે. અને વય નિવૃત્તિ પછી પણ તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા રહેશે. અને સમાજ માં એજ્યુકેશનમાં સતત વધારો થાય એ માટેના પ્રયત્ન કરતો રહીશ.આ સાથે તેમણે સન્માનિત કરનારી સંસ્થા અને તેમના ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

ગુજરાત રાજ્યના ૧૦૦ પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા ઍગાઉ પણ યાકુબ ઉઘરાતદારને અનેક એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા

Sunday, 12 May 2024

Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ

  Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ

શનિવારે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નવજીવન માધ્યમિક શાળા બહેજનું એસ.એસ.સી.નું પરિણામ ૯૧.૬૭ ટકા આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં એક, એ ટુ ગ્રેડમાં એક, અને b૧ ગ્રેડમાં એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

શાળામાં પ્રથમ ક્રમે ચૌહાણ પ્રદીપભાઈ ગુલાબભાઈ ૬૫ ટકા, દ્વિતીય ક્રમે નેવલ જતીન જાન્યાભાઈ ૬૪.૮% અને તૃતીય ક્રમે કાકડ વિનોદભાઈ મુકેશભાઈ ૬૪.૭ ટકા પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય રજનીકાંત પટેલ, મંડળના પ્રમુખ સહિતના એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

જનતા માધ્યમિક શાળા ખેરગામનું પરિણામ ૬૫.૯૦% આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિની આહીર ધ્રુવી ડાહ્યાભાઈ ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

ઉત્તર બુનિયાદી વિદ્યાલય જમનપાડાનું ૯૭ % પરિણામ જાહેર.

ઉત્તર બુનિયાદી વિદ્યાલય જમનપાડાનું પરિણામ ૯૭.૩૬% જાહેર થયું હતું.જેમાં પ્રથમ ક્રમે ભવર રણજીતભાઈ ૭૮. ૧૬ ટકા, દ્વિતીય ક્રમે -પાંચાલકર રાહુલભાઈ ૭૭.૮૩ ટકા અને તૃતીય ક્રમે- પટેલ ઇસ્ટ ૭૭. ૧૬ નો સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કિરણભાઈ સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.


NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                                                                         

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ.

નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને  ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીની ડિવાઈન પબ્લિક સ્કૂલના ૨૯ વિદ્યાર્થીઓ એ-૧ અને ૩૮ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં ધ્રુવી સુરેશકુમાર ટંડેલ તેમજ હર્ષવિ પ્રજ્ઞેશકુમાર ટંડેલ અને ક્રિષ્ના રોહિતભાઈ ટંડેલે ૯૯.૯૪ ટકા મેળવી એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત જયાબેન છગનલાલ શાહ માધ્યમિક સ્કૂલનું ધો. ૧૦નું પરિણામ ૮૮.૬૮ ટકા આવ્યું છે. જેમાં આદિત્ય પાટીલે ૬૦૦માંથી ૫૬૯ ગુણ મેળવી ૯૪.૮૩ ટકા સાથે એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

Video courtesy: DD NEWS SOUTH GUJARAT



Wednesday, 8 May 2024

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

Saturday, 4 May 2024

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                   

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું.

આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલે વિદાય લેતાં બાળકોની સ્મૃતિ ભેટ સહર્ષ સ્વીકારી તેમને આશીર્વચનો પાઠવ્યા હતાં. 




Friday, 3 May 2024

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

            Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.



ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Thursday, 2 May 2024

Ahmedabad :અમદાવાદમાં હોમ વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર

Ahmedabad :અમદાવાદમાં હોમ વોટિંગનો લાભ લેતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર