Sunday, 7 July 2024

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ  પટેલ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન  ભગવાન જગન્નાથજીના રથની પહિન્દ વિધી કરી  ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. 

આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશિર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્યશ્રી નરહરિભાઈ અમીન , ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે, ગાંધીનગર 

એસ. પી શ્રી વાસમશેટ્ટી રવિતેજા, મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ  ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.



અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી...

Posted by Info Gandhinagar GoG on Saturday, July 6, 2024

No comments:

Post a Comment