Khergam adivasi divas: ખેરગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં હજારોની જનમેદની ઊમટી
વિશાળ રેલીનું મુસ્લિમ સમાજ, વોરા સમાજ અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું.
ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે સવારે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત ભાજપ કોંગ્રેસ આપના આદિવાસી અગ્રણીઓએ પ્રકૃતિની પૂજા કર્યા બાદ આદિવાસીના વેશભૂષા આદિવાસી વાજિંત્ર તૂર બેન્ડ સાથે હજારોની જનમેદની સાથે રેલી નીકળી હતી. ખેરગામ મુસ્લિમ સમાજ વોહરા સમાજ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આદિવાસી અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસરૂપે વર્ષ-૧૯૯૨માં ૯ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની જાહેરાત કરી હતી. જે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. જે અંતર્ગત ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ પક્ષાપક્ષી, ધર્મજાત, આંતરિક લડાઈ સાઈડ પર મૂકી આદિવાસી સમાજની એકતા મજબૂત કરવા ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસે સવારે અગ્રણીઓ દ્વારા પ્રકૃતિની પૂજા કર્યા બાદ આદિવાસીની વેશભૂષા, આદિવાસી વાજિંત્ર તૂર અને બેન્ડ સાથે હજારોની જનમેદની સાથે રેલી નીકળી હતી.
રેલીમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેરગામના મુસ્લિમ સમાજ, વોહરા સમાજ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આદિવાસી અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હજારોની સંખ્યામાં ઊમટેલી જનમેદની સાથે રેલી ખેરગામ રામજી મંદિરશ્રીજી હોટલ ઝંડા ચોક ગાંધી સર્કલ આંબેડકર સર્કલ થઈ બિરસા મુંડા સર્કલ પર સમાપન કરાયું હતું. સમગ્ર ખેરગામ પંથક જય જોહાર જય આદિવાસીના નારા સાથે ગુંજી ઊઠયું હતું.
ખેરગામ તાલુકાના દરેક ગામના સરપંચો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અગ્રણીઓ એક મંચ પર રહી અમે વિચારધારાની રાજનીતિ કરીએ છીએ, પરંતુ સમાજ માટે એક છીએનો સંદેશો પાઠવ્યો હતો.
No comments:
Post a Comment